હેલ્લારો (HELLARO): કચ્છનાં એક અંતરિયાળ ગામની સત્યઘટના પર આધારિત કથા

હેલ્લારો:

કચ્છનાં એક અંતરિયાળ ગામની સત્યઘટના પર આધારિત કથા એટલે હેલ્લારો.
કચડાતી,પિડાતી ,બિચારી બનાવી દીધેલી સ્ત્રીઓનો કથા એટલે હેલ્લારો.
આખી વાર્તા વિશે તો કશું જ નથી કહેવું એ તો મુવીમાં જોવું જ રહ્યું.
મારે તો ફક્ત સરખામણી કરવી છે આજની સ્ત્રી અને ત્યારની સ્ત્રીની.
એમની સાથેનાં વ્યવહારની.


આખું મુવી જોયું ને સાથોસાથ મનમાં આ વિચારો પણ ચાલ્યા.
અરજણ એની નવીનવેલી થોડું ઘણું ભણેલી વહુને પાંખો ફૂટ્યાની ને શીંગડા ઊગ્યાની વાત કરીને ધરબાવી દે છે કે ભલે ભણેલી હોય…સમાજનાં નિયમો પહેલાં.
હા,આ સમાજની વાત એમાં કરી છે.ક્યો સમાજ?
સ્ત્રીને ધમકાવતો,દબાવતો,મારકૂટ કરતો પુરુષવર્ગ એમાં નિયમો ઘડે છે.સ્ત્રીનું જીવન એટલે માત્ર સવારથી સાંજ પાણીનાં બેડા ભરી લાવતુંને ચૂલો સંભાળતું હાડમાંસનું બનેલું પુતળું.
જેને કોઈ લાગણી ન હોય,વાચા ન હોય,અને જે કોઈ આનંદ અનુભવવાથી મર્જાદ પાળે એવી સ્ત્રી.ત્યાં સુધી કે એનાથી ગરબા પણ ન ગવાય.
વિધવા હોય તો ખૂણો પાળવાનો.
આ અને આવા ઘણાં નિયમો એમાં દર્શાવ્યાં છે.
આજની સ્ત્રીઓની મારે હવે વાત કરવી છે.
આજ આ સત્ય ઘટનાનાં લગભગ અરધી સદી જેટલાં સમય પછી પણ મારે પૂછવાં છે પ્રશ્નો કે ,

શું આટલાં વર્ષો પછી કુટુંબમાં દીકરા-દીકરી વચ્ચેનાં ભેદ નિર્મૂળ થયાં?

દીકરા કરતાં દીકરી વધુ સફળ થઈ પણ જાય તો એને એટલું માન મળે ખરું?

એની સફળતાઓને બીરદાવાય ખરી?

આ પણ વાંચો:- नीरा आर्य की कहानी। जेल में जब स्तन काटे गए ! आजाद हिन्द फ़ौज की एक अल्पज्ञात सैनानी नीरा आर्य

દીકરાને મળી હોય એ જ અને એટલી જ સફળતા અથવા એનાથી વધુ સફળતા દીકરીને મળે ત્યારે પુરુષવર્ગ સ્વીકારે કે બીરદાવે છે ખરો?
હજુ થોડી ઝીણવટથી પુછું તો,
કુટુંબની બાકીની સ્ત્રીઓ એ સ્વીકારે ખરી?

હજુ આજનાં દિવસે પણ જ્યારે અનુભવુંને કે નોકરી કરતી અને હેન્ડસમ એમાઉન્ટ મેળવતી સ્ત્રી ત્યાં સુધી સફળ ન કહેવાય જ્યાં સુધી એ ઘરનાં બાકીનાં કામ ન કરે ત્યારે દુઃખ લાગે છે.
પુરુષવર્ગ જ્યારે પોતાની ફરજ ચૂકે છે ત્યારે જ મોટાભાગે સ્ત્રીએ બાગડોર સંભાળવી પડે છે એવું હું દ્રઢપણે માનું છું પછી એ પતિ હોય ભાઈ હોય કે પિતા.
ઘણીવાર આ બળવાખોર દિમાગને એવો વિચાર આવે કે કેમ સ્ત્રીને માટે પાનનાં ગલ્લા નહી?

સ્ત્રીઓ પણ હર ફીક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા..જેવું બીહેવ ન કરી શકે?કેમ સ્ત્રીઓને ચિંતા ન હોય?

ત્યાં પેલો મર્યાદાવાળો ઈસ્યુ આવી જાય.
સાલ્લુ બધી મર્યાદાઓ વનસાઈડેડ જ કેમ?

આજના દિવસે પણ બાઈક લઈને નીકળતી દીકરીઓને માટે શું શબ્દ વપરાય છે એ અહીં નથી લખવો મારે.
અલ્યા તો ફેર આવ્યો ક્યાં?

દીકરી-વહુને ભણવા દ્યો છો,નોકરી કરવા દયો છો તો શું એ ઉપકાર કરો છો?
ક્યારેય એની મજબુરી જાણી?

લાચારી દૂર કરવાનો પ્રયત્ન ય કર્યો?
કે માંડ કળ વળતી હોય,બેઠી થતી હોય,પગભર થતી હોય એ દીકરીને માથે દંડા માર્યા?
આટલા વર્ષે…એક માનસિક્તા ન બદલી શક્યા આપણે …
સાક્ષાત માવડી,જગદંબા સ્વરૂપા દીકરીઓ માટેની માનસિક્તા બદલીએ હવે.
ઘરમાં મહેમાન આવે તો સરભરા ભાઈ- બેન, પતિ -પત્ની, મા- દીકરો મળીને કરે.
બન્ને જેન્ડર…મળીને સમાજનાં ક્રાર્યો કરે.
પહેલા પુરુષ જમે,પછી બાળકો…છેલ્લે સ્ત્રીઓ…એવું શા માટે?
બધા સાથે જમે.

જેન્ડરઈક્વાલિટી.

“વિચાર બદલાવશું તો યુગ બદલાશે.”
હેલ્લારો મુવી પુરું થયું આ વિચાર સાથે …
મરવાની બીકે જીવવાનું નહીં છોડીએ…..

હેલ્લારો ન જોયું તો શું જોયું?
ગુજરાતી છો તો હેલ્લારો જુઓ.

SOURCE:- https://t.me/hellaro_movie

DOWNLOAD YOUR MOVIE

CREDIT:- ડૉ. અયના ત્રિવેદી
અયુ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *