ડો.પ્રિયંકા રેડ્ડીના રેપકેસ અને એન્કાઉન્ટરની કેટલી બધી પોસ્ટ જોઈ?? પણ અત્યારે અલ્ટીમેટલી I regret every reaction I have given to every post

ડો.પ્રિયંકા રેડ્ડીના રેપકેસ અને એન્કાઉન્ટરની કેટલી બધી પોસ્ટ જોઈ?? પણ અત્યારે અલ્ટીમેટલી I regret every reaction I have given to every post

****** I chose the lesser evil *****

છેલ્લા બે દિવસથી ડો.પ્રિયંકા રેડ્ડીના રેપકેસ અને એન્કાઉન્ટરની કેટલી બધી પોસ્ટ જોઈ છે. કેટલીકમાં રીએક્ટ કર્યું છે કેટલીક અવોઇડ કરી છે પણ અત્યારે અલ્ટીમેટલી. I regret every reaction I have given to every post.

– લેફ્ટ વિંગના લોકોએ આ વખતે એવું કહ્યું કે “ ન્યાયતંત્ર અને વ્યવસ્થા દ્વારા સજા થાય એ જ કોઇપણ દેશ માટે ઇચ્છનીય છે, જનતાની લાગણીઓ મુજબ આવા પગલા ન ભરી શકાય .” આમ આ વાત સાચી જ છે પણ આ જ લોકો ૩૭૦ વખતે કહેતા હતા “ કાયદો અને વ્યવસ્થા બધા નિર્ણયો ન લઇ શકે, કાશ્મીરની જનતાની લાગણી પણ જોવી પડે”. હવે આમાંથી કયું સાચું સમજવાનું છે? તો હું માનું છું કે એમની પોસ્ટ અને વિચારો પોલીટીકલ ઓપોઝીશનના હેતુથી વધુ દોરવાયેલા છે, મૂળ મુદ્દા સાથે એમનું ભાવનાત્મક જોડાણ ઓછું છે. આ મુદ્દામાં રાજકારણ?

– લેફ્ટ વિંગમાં એક સુર એવો પણ ઉઠ્યો કે “ જે એનકાઉન્ટરને તમે મર્દાનગીનું લેબલ આપો છો એ જ કાલે હિંસા બની જશે”. આ વિધાન સો ટકા સાચું છે અને હું એને પહેલેથી સમજુ છું. પણ થોડા સમય પહેલા સાધ્વી પ્રજ્ઞાના કેસમાં આ જ લોકો એ સ્વીકારવા તૈયાર નહોતા કે દેશ માટે મરી જનાર એક બહાદુર ઓફિસર કોઈ સ્ત્રી સાથે હિંસક વર્તન કરી શકે, મર્દાનગી અને હિંસા બંને સાથે એક વ્યક્તિમાં અસ્તિત્વ ધરાવી શકે. તો હું એમના વિધાન સાથે સહમત હોવા છતાં હેતુ પ્રત્યે શંકાશીલ છું. જે વાત એમને કાલે નહોતી સમજાતી એ આજે કઈરીતે સમજાઈ ?

नीरा आर्य की कहानी। जेल में जब स्तन काटे गए ! आजाद हिन्द फ़ौज की एक अल्पज्ञात सैनानी नीरा आर्य

– રાઈટ વિંગના (આરોપીઓના એન્કાઉન્ટરની તરફેણના) અભિગમ સાથે હું સહમત હતી. હું એમ જ માનું છું કે જો આવો દાખલો બેસશે તો જ આવા વિકૃત લોકો અટકશે. ભય જરૂરી છે. પણ જ્યારે કોઈ વિપરીત વિચારો ધરાવતી સ્ત્રીની પોસ્ટ પર બીભત્સ લખાણ લખાયું ત્યારે હું પાછી હટી ગઈ. “ આનો જ રેપ કરવાની જરૂર છે”, “ મોકલો મારી પાસે “ … આ કઈ ભાષા છે ? આમ કરીને તો તમે એ જ બાબતને પ્રીત્સાહ્ન આપી રહ્યા છો જેના વિરોધમાં હું બોલી રહી છુ. જો કોઈ કુતર્ક કરી રહ્યું છે તો એનો જવાબ તર્ક હોઈ શકે.. પણ આ ? અને આ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલી વાત જ નથી. આ એક ગુનેગારને સજા થવી જોઈએ એ મુદ્દો છે.

– કેટલાક માનવઅધિકાર વાળા જે સતત પોતે વધુ ઉચ્ચકક્ષાના મનુષ્યો છે એમ સાબિત કરવામાં પડ્યા હોય છે એમણે “જન્મથી કોઈ ગુનેગાર નથી હોતું, એને સજા નહિ સમજણ આપવી “ એવો અપ્રોચ લીધો. એ લોકો ખરેખર અમાનુષીક રીતે મહાન છે. જે લોકો દસ દિવસની બાળકી પર બળાત્કાર કરે, ચાર જણા રેપ કરીને સ્ત્રીને જીવતી સળગાવી દે, વર્જાઈનામાં રોડ નાખે એ લોકોને માટે આવો માનવીય આભિગમ રાખવા જેટલી મહાન હું નથી. નિઠારીકાંડમાં ૩૧ બાળકોને અબ્યુઝ કરીને કાપીને મારી નાખનાર રાક્ષસ હજી જીવે છે ( કદાચ દસેક વર્ષ થયા), નિર્ભયાને સૌથી વધુ ટોર્ચર કરનાર પેલો નાબાલિગ રેપીસ્ટ છુટ્ટો છે અને એને કોઈ દયાવાને સિલાઈ મશીન ભેટમાં આપ્યું છે. આવા હ્યુમનરાઈટ્સ વાળા પેલા મંદિરમાં પોતાના નામની તકતીઓ મુકીને પુણ્યશાળી બનતા લોકોથી વિશેષ નથી.

હેલ્લારો: કચ્છનાં એક અંતરિયાળ ગામની સત્યઘટના પર આધારિત કથા

– અને સ્ત્રીનું અપમાન એટલું સાર્વત્રિક છે કે એના પર આંગળી મુકવી પણ મુશ્કેલ પડે. જ્યારે કોઈ કહે છે કે “ સાલીને રેપ કરો” ત્યારે એ અપમાન છે પણ જ્યારે કોઈ કહે છે “ નાઉ અ ડેય્સ ઓલ વુમન હેવ ડીસાઈડેડ ટુ ગીવ ઓપિનિયન” કે “ ટોમ, ડીક એન્ડ હેરી ફીમેલ આર ગીવીંગ ઓપિનિયન” એ પણ અપમાન છે. શબ્દો દેશી કે ડેકોરેટીવ હોવાથી એનો હેતુ , એની પાછળની પછાતતા બદલાતી નથી. પીએચડી ધારક સાહેબો અને વિદ્વાનો પણ જાણતા-અજાણતા આવું બધું બોલતા હોય છે. કેટલાક એવા નમુના છે જે રેપીસ્ટ પ્રત્યે દયાવાન છે પણ આક્રોશ વ્યક્ત કરનારને રુગ્ણ ગણે છે.

તો હું ખુશ છું ( HAPPY) કે ચાર લોકોને સજા થઇ. આ દેશની વસ્તી , ન્યાયતંત્ર પરનું ભારણ , દયાની અરજીઓ અને બેફામ વકરતા ગુના….આ કેસ પણ દબાઈ જાત અને ક્યારેય આરોપીઓને સજા ન થાત. . પોલીટીકલ પાર્ટીઝ,લેફ્ટ વિંગ, રાઈટ વિંગ, હ્યુમન રાઈટ્સ અને ન્યાયપ્રણાલીના જ્ઞાતાઓ કેન ગો ટુ હેલ. હું જાણું છું કે આ આદર્શ સ્થિતિ નથી ….પણ મારે પસંદગી સત્ય અને અસત્ય વચ્ચે નથી કરવાની. કયું ઓછું અસત્ય છે એની કરવાની છે. ખોટા આપણે બધા જ છીએ.

તો એક સ્ત્રી તરીકે, એક શિક્ષક તરીકે અને એક માં તરીકે હું આ એનકાઉન્ટરને સાચું માનું છું .

Devangi Bhatt

FACEBOOK POST

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *