Weekly Learning Material Standard 9 (Week 1)

હાલ સૌ પરિવાર ના સભ્યો પોતાના બાળકો સાથે રહી સમય પસાર કરી રહ્યા છે. ત્યારે પોતાનું બાળક તેના અભ્યાસ અંગે ખૂબ આગળ વધતું રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા બાળકો માટે “Study From Home” નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ટીવી ચેનલના માધ્યમથી પણ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા Whatsapp ના માધ્યમથી ધોરણ ૧ થી ૧૦ ના પાઠ્ય પુસ્તકની eBook પણ આપવાનો પ્રયાસ કર્યો છે, આ ઇબુક પાઠ્ય પુસ્તક મંડળની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જેનો મહત્તમ ઉપયોગ કરીએ. Weekly Learning Material Standard 9

Weekly Learning Materialગુજરાત બોર્ડ એક નવીનતમ પ્રયાસ કરવા જઈ રહ્યું છે. આપને દર શનિવારે “Weekly Learning Material” ધોરણ ૩ થી ૮ ના બાળકો માટે એક સાહિત્ય સોશીયલ મીડીયા ના માધ્યમથી અને ગુજરાત ના કર્મયોગી શિક્ષક/CRC/BRC મિત્રો દ્વારા વોટ્સએપના માધ્યમથી આપના સુધી પહોંચાડવામાં આવશે, જેનો આપના બાળક માટે ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે. દર શનિવારે ધોરણ ૩ માં ગુજરાતી અને ગણિત વિષય તથા ધોરણ ૪ થી ૮ માં ગુજરાતી, ગણિત, અને અંગ્રેજી વિષય નું સાહિત્ય Weekly Learning Material આપવામાં આવશે. દર શનિવારે આ Weekly Learning Material આપવામાં આવશે, જે ૨૮મી માર્ચથી શરૂ કરવામાં આવેલ છે. જે શનિવારે આ સાહિત્ય આપવામાં આવે તેના પછીના શનિવાર સુધીમાં તેનું તમામ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ વાલીમિત્રોએ કરાવવાનો રહેશે. જેથી આગળ ના શનિવારના અભ્યાસમાં જોડાઈ શકાય. તેજસ્વી વ્યક્તિઓના જીવન ઘડતર ની શરૂવાત પોતાના ઘરમાંથી થઈ છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે તે ઉક્તિ સાર્થક કરી બતાવીએ અને બાળકના શિક્ષણ માટે પ્રયત્નશીલ રહીએ. એક માતા પોતાના બાળક નો સર્વાંગી વિકાસ કરી શકે તેવા પ્રખર ઉદાહરણ પણ આપણી સામે છે. જેમ કે, આઇન્સ્ટાઇન, અબ્રાહમ લિંકન, શિવાજી, વિવેકાનંદ જેવા અનેક તે જ આપના બાળકને પણ આગામી વર્ષ માટે તૈયાર કરીએ.




Download Note


CLASS 3 TO 8 MATERIAL WEEK 1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *